Friday 28 February 2014





અંદરથી એ ટુકડામાં, વેંહચાઈ ગયેલો માણસ છે,
લાખોની આ વસ્તીમાં, અટવાઈ ગયેલો માણસ છે.

ના પકડો, ના તોડો, એને ના કોઈ અથડાવો,
લોકોની આ ઠોકરથી, પટકાઈ ગયેલો માણસ છે.
 
રડવામાં એ હસશે, ને હસતા હસતા રડશે,
એ સમજુ છે ગાંડામાં, પંકાઈ ગયેલો માણસ છે.

એ ખપશે નાસમજોમાં, આ સમજુઓ ના મોઢેથી,
મૌન રહીને કચરામાં, ફેંકાઈ ગયેલો માણસ છે.

ના નસમાં એ લોહી છે, ને ના આંખોમાં આંસુ,
દુનિયાની નાદારીથી, ટેવાઈ ગયેલો માણસ છે.

શું રેહશે કિંમત એની, આ સ્વર્ણ મઢેલી દુનિયામાં??    
છોડી દો બેહાલ છે એ, ખોવાઈ ગયેલો માણસ છે. 

                                                  - 'સત્ય' શિવમ 

No comments:

Post a Comment