Sunday 23 June 2013

शायद तेरा ही नाम खुदा हे......!






यूँ तो,
केहने के लिए सब कुछ हे।
जीने के लिए चंद ज़रूरी सांसे,
दो आँखे,
जो सच ओर सपनो मे,
अब फर्क करना बखूबी सिख गई हे।
दो कान,
जो अब आसपास के इस शोर शराबे के अलावा भी,
कुछ और सुनना चाहते हे।
एक दीमाग जो तेरा-मेरा सच-जूठ,
इन बातों से कभी फुर्सत ही नहीं लेता!

और,
इन सारी human anatomy के बिच,
हे, एक सपनो से भरा दिल!
जो एक मिनट में तक़रीबन यही कुछ ,
७२ बार धड़कता हे।
और हे वही रोज़ भागती एक दुनिया।

केह्ने को तो वक्त भी गुज़र ही जाता हे!
सुबाह होती ही एक कप चाय और टोस्ट,
और वही भागना शुरू!

ओफ़िस में लोगो के accounts चेक करता हुआ में,
अचानक ही थम सा जाता हूँ।
पता नहीं उन फाईलों में क्या ढूंढने लगता हूँ।
और प्यून को बुलाने के लिए बजती boss की घंटी सुनते ही
अपने खयालो की दुनिया से बाहर वही फाईलें।

कई बार,
नज़रे उस दरवाजे पर चिपक सी जाती हे।
और अचानक कोई मिलता-जुलता चेहरा देख के,
एक मुस्कान सी आ जाती हे!
मगर फिर किसी और को पाते ही,
मायूस आँखें उन्ही फाईलों में जांखने लगति हे।
हर राह, हर मोड़ पे तुझे ढूंढता हूँ।
शायद कही तू मिल जाये!

और रात होते ही!
एक अंजान सा डर!
दिन भर जिन यादों जिन परछाईयों से पिछा छुड़ाता रहा,
वो ही एक romantic फिल्म की तरहा आँखों के सामने आ जाएँगी,
ओर सुबाह होती ही!
पलकों पे छोड़ जाएँगे कुछ बुँदे!
वाही तेरे सपने!

केहने के लिए तो,
उन सपनों में ही अपनी ज़िन्दगी जी लेता हूँ।

और फिर सुबाह होते ही!
एक कप चाय और टोस्ट के साथ,
वही रफ़्तार भरी ज़िन्दगी शुरू!

मुझे लगता हे!
शायद तेरा ही नाम खुदा हे!
क्योकि ना तू मेरे साथ होती हे।
ओर ना ही,
इस दुनिया में मुझे कोई इसी जगाह मिली हे,
जहाँ तेरी परछाई नां हो।

                                         - 'सत्य' शिवा    

         
 

Saturday 22 June 2013

ભોઠી પડી જતી લાગણીઓ...... (અછાંદસ - 2)









આમ તો,


કેહવા માટે બધું જ છે,

જીવવા માટે જરૂરી શ્વાસ!
  
મિનીટમાં આશરે 72 વાર ધબકતું હૃદય,

બે આંખો!

જે ભ્રમ અને સત્યમાં,

ભેદ પરખવાનું શીખી ગઈ છે!

અને એ જ રોજની દિનચર્યા!

એમ તો,

વખત પણ વિતી જ જાય છે!

ઓફીસમાં એ જ ફાઈલોમાં,

લોકોનાં એકાઉનટ્સ ચેક કરતાં,

અચાનક થંભી જતો હું!

ખબર નઈ એ પાનાંઓની વચ્ચે

સ્તબ્ધ થઇ શું શોધું છું!  

પછી અચાનક જાણે ભાનમાં આવી

આજુબાજુ એક નજર કરી ફરી કામે લાગી જાઉં છું!

ક્યારેક પેલા દરવાજા પર

ચોંટી જતી મારી નજર!

અને અચાનક કોઈ ભળતો ચેહરો જોઈ!

એ જ ભ્રમ!

વળી પાછી ભોઠી પડી જતી લાગણીઓ સાથે

એ આંખો ફાઈલો જોવા માંડે છે!

દરેક રસ્તા

અને દરેક વળાંક પર તને શોધું છું!        

અને રાત ઢળતાં!

એ જ એક ડર!

આખો દિવસ જે ભીંતી,

જે ભ્રમને હું અવગણતો રહ્યો!

એ જ નિદ્રામાં અનુભૂતિ અને

લાગણીની માયાજાળ બની આવે છે!

અને સવાર થતાંની સાથે જ,

આંખોનાં નાજુક પોપચાં પર,

ઝાકળ જેવા બુંદ છોડી ચાલ્યા જાય છે!

એ જ તારા સપનાં! 
      

નક્કી જ તારું જ નામ ઈશ્વર હોવું જોઈએ,

 

કેમ કે, નાં તું મારી સાથે રહે છે!

 

ના, આ દુનિયામાં મને કોઈ એવું સ્થાન મળ્યું છે!

 

જ્યાં તારી અનુભૂતિ ન હોય!

 

                                            - 'સત્ય' શિવમ
 

Saturday 15 June 2013

તને મારી ને મને તારી જરૂરત છે,
હવે માયાનાં મૃગને કહો પાછું વળે! 
                              - 'સત્ય' શિવમ







ફૂલ એક કરમાયું, કોરાં ઝાકળની યાદમાં,
ને ક્ષિતિજ પર સુરજ, પણ ઢળતો ગયો'તો.

હું પણ ઉભો'તો ત્યાં, સ્તબ્ધ થઇ એકાદ ક્ષણ,
ને મારો પડછાયો પણ જરા ગળતો ગયો'તો.

કુતુહલ વશ ઢળતી ગઈ, સંધ્યા અચાનક,
ને ચાંદો આકાશે ત્યાં ચડતો રહ્યોયો'તો.

એકલતા ઘેરી ગઈ કાળી એ રાતે ને,
અંદર ને અંદર જીવ ડરતો રહ્યો'તો.

સુમસામ એક રસ્તોને, ઘર પણ અવાવરું,
એ ડૂસકાંનો પડઘો પણ ભળતો રહ્યો'તો.

છોડી એ હાથ મારો કણસ્યો અચાનક!
જેને વર્ષોથી વશમાં હું કરતો રહ્યો'તો!

બોલ્યો એ તારી ને મારી આ સાથે,
છેલ્લી, આખિર ને આ અંતિમ ઘડી છે.

હાથ જોડીને વીનવ્યો મેં અને એકાદ ક્ષણ,
ને થોડી ક્ષણ એને હું કગરી રહ્યો'તો.

પણ આખિર એ છોડીને ચાલ્યો'તો ત્યાંથી,
અંદરથી હું પણ ત્યાં મારતો રહ્યો'તો.

અંતિમ એક ક્ષણમાં જ્યાં આંખો ઉઘાડી,
એ દ્રશ્યને જોતા હું ચોંહકી ગયો'તો!

નીશ્તેજ, નિષ્પ્રાણ, દેહ આંખોની સામે,
અને અગ્નિનો ભડકો પણ બળતો રહ્યો'તો.  

                                          - 'સત્ય' શિવમ

અછાંદસ -1



હા,
કદાચ મારા શરીરમાં,
તાકાત નહિ હોય,
બે  ડગની પણ.....
ના, મારી આંખોમાં તાકાત રેહશે,
એ દ્રશ્ય જોવાની....
પણ છતાં આત્માના,
કોઈ એક ખૂણામાં એ આશા એટલી જ પ્રબળ હશે,
કે, તું આવીશ....
અને
તારા એક માત્ર સ્પર્શથી,
મારો મૃત દેહ ફરી જીવંત થશે!
મીરાંની જેમ તને પ્રેમ કર્યો છે,
મારા શ્યામ મારું ધ્યાન રાખીશ ને???

                                - 'સત્ય' શિવમ
પ્રેમનું વર્ણન શાબ્દિક નહિ,
ભાવાકીય હોવું જોઈએ!
કેમ કે,
પ્રેમમાં નિબંધ શબ્દોથી નહિ,
પણ લાગણીની અનુભીતીથી લખાય છે.     - 'સત્ય' શિવમ 
 

Friday 14 June 2013

વાહ..................!





સવાલ નોખાં છે! જવાબ નોખાં છે!,
આજ-કલ હર કોઈનાં, રૂઆબ નોખાં છે!

આંખ ફાડી બસ તમે, આ ખેલને જોયા કરો,
આજ કલ હર શેખ-ચિલ્લી, ખ્વાબ નોખાં છે.
 
ભૂલ જો કોઈ થાય તો, અહી સર કલમ થઇ જાય છે,
બાદશાહ છે હર કોઈ, નવાબ નોખાં છે!

ઈશ્વર બનીને માનવી પણ, ઘૂમતો દેખાય છે,
ઢોંગ છે ચારો તરફ! વ્યવહાર નોખાં છે!

છે સલામી છે તને, કેવી ઘડી તેં જીંદગી!
હર માર્ગ છે તદ્દન નવો, વળાંક નોખાં છે.

ક્યાં મળે? કોને મળે? કેવી મળે છે? શું ખબર!
આજ કલ આ મોતનાં પણ દાવ નોખાં છે!

                                        - 'સત્ય' શિવમ
  

ઈલાજ કર............



હર ઘડી હર ક્ષણ ભરેલી, શૂન્યતાનો ઈલાજ કર,
આ હૃદયમાં વિસ્તરેલી, વેદનાનો ઈલાજ કર.

છે સૂર્ય તું ને હું હવે, સૂરજમુખીની જાત છું,
હર રોજ ઢળતી આ, ઘનેરી સાંજનો તું ઈલાજ કર.

હા, છોડી ગઈ છે હાથ તું, પણ બંધનો છૂટતા નથી,
મારાં મહી તારાં થયેલા, વાસનો તું ઈલાજ કર.

ના કર પરીક્ષા આ હદે, મારા કરેલા પ્રેમની,
આ ભાસ ને આભાસનાં કોઈ ભેદનો તો ઈલાજ કર!

કોરી પડી આખી ધરા બે બુંદ પણ વરસી નહિ,
આ આંખમાં આવી રડ્યું છે આભ તું ઈલાજ કર.

છે 'સત્ય' કે આ પ્રેમમાં, આવી જલન પણ થાય છે,
હર રોજ ભડકે આ હૃદયમાં આગ છે તું ઈલાજ કર.

                                               - 'સત્ય' શિવમ