Wednesday 31 July 2013

ખુલ્લી કિતાબ છું......








નાં દેખ સંદેહથી, ખુલ્લી કિતાબ છું,
તોય હું તુજથી હજું, કેવો અતાગ છું!

જાતથી હું એમ તો, સંપૂર્ણ રાગ છું!
ચાંદ, સુર્ય, આભને ધરતીનો ભાગ છું.

ક્યાંક હું છલકી જઉ, માતાનાં પ્રેમમાં,
ક્યાંક ઈર્ષા-ક્રોધની બળતી હું આગ છું!

મેઘમાં વરસી જઉં, જળમાં હું સ્નેહ થઇ,
ક્યાંક કોઈ ખેતમાં જળની હું પ્યાસ છું!

ક્યાંક હું નજરે ચડું, કડકડતી ભૂખમાં,
ક્યાંક તુટતા ઘર મહી બનતી તિરાડ છું!

ક્યાંક શંખ નાદ થઇ, ગુંજુ હું યુદ્ધમાં,
તો ક્યાંક ભસ્મ સાથ હું, ડમરુંનો નાદ છું!

છે 'સત્ય' શું વાતનું નાદાન તું સમજ,
હર એક તારા પ્રશ્નનો, પુરતો જવાબ છું!  

                                - 'સત્ય' શિવમ  

Sunday 28 July 2013

બનીને નીકળું છું!







ક્યાંક વિતેલી પળને મળવા, શ્વાસ બનીને નીકળું છું!
હું મેહ્ક લઇ ભમરાને છળવા, ભાસ બનીને નીકળું છું!  

હર એક ગઝલમાં એજ ગતિને, એજ છંદને, એજ કાફિયો,
લઇ કલમ કાગળને મળવા પ્રાસ બનીને નીકળું છું!

એક કિરણ પડતાંની સાથે, બિંબ લઇને શીશ ઉઠાવે!
ભેજ લઇ સુરજને મળવા ઘાંસ બનીને નીકળું છું!  

ઢળતો સૂરજ જોતાં જોતાં ધરતી જો ફરિયાદ કરે છે!
તેજ લઇ સંધ્યાને મળવા, ચાંદ બનીને નીકળું છું!

દુર ક્ષિતિજે બેસી કોઈ, પ્રિતમ તારી વાટ નિહારે,
સાંજ ઢળે ધરતીને અડવા આભ બની નીકળું છું!

પ્રેમ કરે છે અંધ બની જે, કોઈ બંધ ના કોઈ માંગણી!
રાસ લઈ રાધાને મળવા, શ્યામ બનીને નીકળું છું!

કોઈ અહંમ ને સાથ લઇ, છો અણગમતો વ્યવહાર કરે!  
હું દૂધ મહી સાંકર થઈ ભળવા સ્વાદ બનીને નીકળું છું!

હોય હાથમાં કોઈ જોખીયું, થાય 'સત્ય'નાં એમ ખુલાસા!
કંઠ લઇ વિષને પારખવા, નાથ બનીને નીકળું છું!

                                                         - 'સત્ય' શિવમ




वादा तो नहीं था.....








जिंदगी से कोई ऐसा वादा तो नहीं था,
मिलके यूँ बिछड़ने का इरादा तो नहीं था

था सपनो में ही शायद कुछ लाम्हा में इसदर,
थी खुली ये आंख पर वो नज़ारा तो नहीं था!

ज़िन्दगी से फेरली थी इस लिए ये नज़रे,
हो के जुदा यूँ जीने का कोई वादा तो नहीं था.

हो गई थी इस कदर रुसवा हम ही से ज़िन्दगी,
बढ़कर तुझ ही से और कुछ - माँगा तो नहीं था?

नासूर थे ये ज़ख्म् भी लम्हों की आग से,
और गम भी ज़िन्दगी से माँगा तो नहीं था!

बेपरवाह था ये माना, उस वक़्त से भी लेकिन,
नादान था में एय खुदा, दीवाना तो नहीं था!

क्यों हर घडी रोती रही, ये आँख भी कुछ इसतरह?
ज़िन्दगी थी वो मेरी, कोई जनाज़ा तो नहीं था!

                                                    - 'सत्य' शिवम्




Sunday 7 July 2013

અકબંધ ચોમાસું
















એ આભ કેટલો પ્રેમ કરતુ હશે ધરતીને,
તપતી ધરાને જોતાં જ રડી પડે છે!
અને
ધરતી પણ જાણે એ આંસુઓનું આચમન કરતા જ,
સોળે શણગાર સજી ઉઠે છે!

કંઈક તો હશે આ આભ અને ધરતીનાં પ્રેમમાં,
ક્યારેય એક-મેકને મળતાં નથી.
છતાં,
એ સ્પર્શ અને સંસર્ગ વિહોણા પ્રેમમાં પણ,
એટલો જ નશો છે!

જાણે,
આભ વરસીને ધરતીને આશ્વાસન આપતું હોય,
એની હાજરીનું!
સાબિતી આપતું હોય તેનાં અનહદ અપાર પ્રેમની!
અને
જાણે પ્રમાણ આપતું હોય એનાં પ્રેમ માટે કઈ પણ કરી છૂટવાની,
ક્ષમતા  અને ત્યાગનું!

અને વળી ધરતી પણ જાણે ઉત્તરમાં,
સોળે શણગાર સજતી હોય!
જાણે પલળતાંની સાથે જ ખીલી ગઈ હોય એમ,
આભનાં પ્રસ્તાવની સ્વીકૃતિ કરે છે!
અને અંગ અંગથી મેહ્કી ઉઠે છે!

કંઈક તો જાદુ હશે આ ઋતુમાં!
એ ધરતીને આભનાં પ્રેમનાં નશાથી,
તું અને હું પણ ક્યાં બચી શક્યા હતા??

એ પેલું વરસતાં આભમાં હાથ ખોલીને પલળવાનું,
જાણે,
નશામાં તરબતર!

ચેહરા પરથી સરકતી એ બુંદોને પીવાની,
એક-મેકની આંખોમાં આંખ નાખી,
એ પ્રેમનાં નિર્ભય, અચલ, નિરધારનો એકરાર કરવાની!

એકમેકનું નિસ્વાર્થ સમર્પણ!
અને પ્રેમની હુંફને વગર શબ્દોએ,
બસ આંખો-આંખોમાં સ્વીકારી લેવાની,
એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય?    

અને અચાનક જ જાણે,
એ બે પ્રેમી છૂટાં પડી જતાં હોય!
એમ એ ચોમાસું ઓસરી ગયું!

અને,
આવ્યો એ જ લાંબો વિરહ,
એ જ પાનખર, એજ ધગધગતો ઉકળાટ!
અને
એ જ લાંબી રાહ!

જાણે ધરતી એકીટશે,
આભ તરફ નજર માંડી બેસી રહી હોય।
એના પ્રિયતમની રાહમાં!

ત્યાજ ફરી આવી ચડે,
એ જ મન મૂકીને વરસતુ આભ!
અને ફરી એ ધારા ખીલી ઉઠે!

પણ લાગે છે કે,
મારા વિરહમાં રાહ કંઈક વધુ જ લખી છે!

એ ચોમાસું ઓસર્યું એ પછી,
ઘણા ચોમાસાં આવીને ચાલ્યાં ગયા!
કેટલી'ય વાર એ આભ અને ધરતીનાં પ્રેમનો હું સાક્ષી બન્યો!

પણ,
એ નશાને હું માંણી ના શક્યો!            
પણ તું'ય ,
મારા હૃદયની સુકી ધરાને,
ક્યાં સુધી જોતી રહીશ?

હું જાણું છું કે આપણું ફરી મિલન થશે!
અને ફરી એકવાર એ જ વરસતાં આભમાં,
હાથ ફેલાવી આપણે પલળશું!
ત્યાં સુધી હું સાચવી રાખીશ,
તારું અને મારું એ જ 'અકબંધ ચોમાસું'.

                               - 'સત્ય' શિવમ