Saturday 12 January 2013

ટોચ ઉપર

ટોચ ઉપર




 ઉભો હઈશ હું ટોચ ઉપર,સમય મારો પણ આવશે .
 નકાર્યો જેણે મને ફકીરીમાં, સમય એને પણ નકારશે .

છોડી દીધો તો એકલો જેણે મને મજધારમાં ,
કસોટી એકલતાની સમય એને પણ બતાવશે .

અશક્તિનાં સંતાપમાં તું સશક્તિનો વિકાસ જો ,
તણખો હૃદયની આગનો જ્વાળા બનીને બતાવશે .

મળતી રહે આ યુધ્ધમાં સો હાર છો આમ જ મને ,
અડગ ઊભો રહીશ હું, જીત સો હર મહીથી આવશે .

હું અંશ તારો જ છું ખુદા તું તોડશે મુજને કેટલો ?
મુજ  અડગ નિશ્ચયને જોઈ લજ્જા ય તુજ ને આવશે .

જીત ને હાર છે  બે પાસા જીવનના ખેલમાં,
મહેનત કહો કે કો નસીબ હવે બાજી મારી પણ આવશે .

 પામવા આ લક્ષ્યને આખી આયુ હું લડતો રહીશ ,
'સત્ય' નિશ્ચય અડગ વિશ્વાસ જીત મારી પણ લાવશે. 

                                                      - 'સત્ય' શિવમ  

ન યાદ આવ આમ

ન યાદ આવ આમ

 



ન યાદ આવ આમ કે તું મારો શ્વાસ થઇ જાય ,
ને યાદ એ પછી યાદ ના રહે આભાસ થઇ જાય .

સ્વપ્નોમાં આવી દરોજ તું પ્રેમની સો વાત કહી જાય ,
ને પછી સ્વપ્નોની દુનિયાની આંખોમાં છાપ રહી જાય .

જાગી જઉં ભલે એમ જ હાથ છોડી સ્વપ્નોનો હું ક્યાંક,
પણ આંખોમાં તારા નામની જ જાણે રાત રહી જાય.

ક્યાંક ચાલ્યા હોય સાથ તું અને હું કોઈ એકાદ માર્ગમાં,
મંઝિલ ભલે હોય સામે બસ હાથમાં જાણે હાથ રહી જાય .

 હું ભૂલી જાઉં છું એટલે જ મારું સર્વસ્વ તારી પાસે ,
ભલે ને યાદ હોય પણ આ દિલ તારી પાસ રહી જાય .

ભલે ને હોય સાથ મારી તું હર પળ હર ક્ષણ હંમેશા ,
પણ જીદ્દી હૃદયને આમ સંતોષ ક્યાંથી થઇ જાય .

એટલે જ વાટ જોઉં છું હું હવે દરેક માર્ગમાં તારી ,
કે બસ આમ બે-ચાર ઘડી ફરી તારો સાથ થઇ જાય.

હવે તારી સાથે જ મારે જીવવાની છે આખી આયુ ,
'સત્ય' પ્રેમ તારો મારો હવે અમર ઇતિહાસ થઇ જાય .

                                                        - ' સત્ય ' શિવમ       

શું કહું તમને ?

શું કહું તમને ?

 

 


વિચારું છું એમ જ હું આજે કે ! શું કહું તમને ?
કે તમને પ્રેમ કરવાનું કોઈ કારણ હોય? શું કહું તમને?

તમે છો પર્વતોથી નિકળતું કોઈ ઝરણું ! શું કહું તમને ?
ને સાગરમાં ઊછળતું કોઈ ચંચળ મોજું ! શું કહું તમને ?

કે વિકાસ છો વસંતનો પાનખરમાં તમે ! શું કહું તમને ?
કે ઉગતું હોય કળીમાંથી કોઈ ફૂલ જાણે ! શું કહું તમને ?

કે હો તમે તાજું ખીલેલું ફૂલ ગુલાબનું ! શું કહું તમને ?
ને હું બની જઉં કોઈ ઝાકળ બિંદુ ! શું કહું તમને ?

 હસો જયારે શરમથી તમે આમ મારી સામે ! શું કહું તમને?
ને ઊગી હોય રાતમાં કોઈ પ્રભાત જાણે ! શું કહું તમને ?

તમારી યાદો આવવાનું કોઈ કારણ માંગે ? શું કહું તમને ?
ચડી જાઉં છું આમ જ એમ જ વિચારે ! શું કહું તમને ?

જાણે 'સત્ય' હો તમે કોઈ અકળ કુદરતનું ! શું કહું તમને ?
વિતાવી જોઉં તમને જોઈ આખી આયુ ! શું કહું તમને ? 

                                                        - ' સત્ય ' શિવમ 

Sunday 6 January 2013

વાતો ઘણી બોલતાં .....

વાતો ઘણી બોલતાં ......


વાતો ઘણી બોલતાં બસ આમ થંભી જાઉં છું ,
તારી તસવીર જોઈ હું એકલા મલકાઉ છું.


હોય છે એવું ઘણું જે હું તને કેહતો નથી ,
સપને મળે છે જયારે તું ત્યારે કહેતો જાઉં છું.

ખૂટી પડી જગ્યા હૃદયમાં તારી યાદને સંચવા,
એટલે હું સર્વ છોડી પાસ તારી આવું છું.

રેહતું નથી હવે હાથમાં આ ભાવનાનું ઝાંઝવું ,
હવે સપનાઓનો દેશ છોડી પાસ મારી આવ તું .


બસ પ્રણયની વાત કરતા આખી ' આયુ ' વીતશે ,
બસ હવે તસવીર છોડી ' સત્ય ' રૂપે આવ તું.  

                                                     - ' સત્ય ' શિવમ 

સમયના કસાઈખાને ......

સમયના કસાઈખાને ......




સમયના કસાઈખાને જો હલાલ થાય છે માણસ ,
તલવારના એક ઝાટકે જો કપાઈ જાય છે માણસ.

કળયુગના કોઈ ક્રોધનો જો ભોગ થાય છે માણસ,
અસ્વસ્થ બેહાલ લાગણીનો સંજોગ થાય છે માણસ.

પ્રેમ કરી સૂર્યને પળ પ્રકાશ થાય છે માણસ,
પ્રકાશિ એ પ્રકાશમાં જો અંધ થાય છે માણસ.

અજંપિત લાગણીનો કોઈ બંધ થાય છે માણસ,
અવ્યાખ્યાયિત પ્રેમનો જો સંબંધ થાય છે માણસ.

કટકે-કટકે જિંદગી જો જીવી જાય છે માણસ,
કટકાની જ મોત પણ જો મરી જાય છે માણસ.

ઇચ્છાઓનો પહાડ રોજ ચડી જાય છે માણસ,
 સમયના એક ભૂકંપથી જો પડી જાય છે માણસ.

ગુસ્તાખીઓ પણ કેવી જો કરી જાય છે માણસ ,
પ્રેમ ને જ ખુદા સમજી જો મટી જાય છે માણસ.

પ્રેમમાં જો પાંગળો ક્યાંક બની જાય છે માણસ ,
પ્રેમમાં જ સો જંગ હસતાં લડી જાય છે માણસ.

હસતાં હસતાં પ્રેમમાં જો મટી જાય છે માણસ ,
આખી ' આયુ ' ' સત્ય' પ્રેમનો ઇતિહાસ થાય છે માણસ .

                                                         - ' સત્ય ' શિવમ 

ભર બજારે હાટમાં .....

ભર બજારે હાટમાં .....




હવે ભર બજારે હાટમાં પ્રેમ મળતો થઇ ગયો,
જો ખુદા પ્રેમ આજે કેટલો સસ્તો થઇ ગયો .

એક બંગલો બે-ચાર ગાડી પ્રેમનું લાઇસન્સ થઇ ગયો,
પૈસો જોઈ માનવી તું પ્રેમ કરતો થઇ ગયો.

પૈસો જ આ માણસ માટે સુખની વર્ષા થઇ ગયો,
જાહો જલાલીનાં દંભથી તું કેટલો છકી ગયો . 

કરોડ અને લખ પતિ માટે પ્રેમ જલસો થઇ ગયો,
ફકીરીમાં પ્રેમથી ફકીર મારતો થઇ ગયો .

જો ખુદા આ માનવી કેવો ભ્રમ પાળતો રહી ગયો, 
ભર બજારે હાટમાં ' સત્ય ' પ્રેમ મળતો થઇ ગયો .

                                                    - ' સત્ય ' શિવમ     


      

પરીક્ષા

પરીક્ષા 

જો ખુદા કેવી કસોટી લાગણી થાય છે,
પ્રેમને ગાંડી સભામાં આંધળો કહેવાય  છે.

પાબંદીઓ છો સો લગાડી કપરી પરીક્ષા થાય છે,
ધર્મ-દેશની સાંકળોથી અહી પ્રેમ પણ બંધાય છે.

પ્રેમ છે ! આ સંબંધને મોભનો છે લોભ શો ??
તોય જો અહી ભર બજારે પ્રેમ પણ તોળાય છે.

પ્રેમનો અહી નાશ કરવા જો તાકાત હોય છે કેટલી ??
પાબંદીઓના ભારથી અહી પ્રેમ ફાંસી થાય છે. 

અંગાર છે આ પ્રેમનો કંઈ એમ તો બુજશે નહિ !
જો મળે થોડી હવા પળમાં જ ભડકો થાય છે.

તાકાત હોય જો માનવી તું પ્રેમ ને તોડી તો જો !
 આશકીના સૌ ફેસલા તલવારના વારે થાય છે. 

થઈ ગયો છે સ્વાર્થ માત્ર ધર્મ આ સંસારનો, 
ધન દોલતનો લોભ અહી પ્રેમ સાથે સરખાય છે.

તોડશે જો 'સત્ય' પ્રેમને કોઈ અડધા માર્ગમાં,
મિલન ફરીથી હર જનમ હરેક આયુ થાય છે.

                                               -  ' સત્ય ' શિવમ