Sunday 23 September 2012

તારા ગયા પછી

તારા ગયા પછી  


એ રંગ હતો તારા પ્રેમનો, તારા ગયા પછી બેરંગ થયો છું.
ક્યારેક ખીલેલા ફૂલ આ ચમનમાં પણ,
હવે એકલતા ની પાનખર થયો છું.

વાચા હતી તું મારી, મારા શબ્દ પણ હતી તું,
વિખુટા પડ્યા પછી, હું નિશબ્દ થયો છું,

કરતો તો વિકાસ ઋતુઓ સાથે ફૂલ સમ હું પણ ,
છોડી ગયી છે તું ને હું કરમાઈ ગયો છું,

શ્વાસ શ્વાસમાં નામ હતું તારું ,
છૂટી ગયો છે હાથ ને હું નિર્જિવ થયો છું.

મારી કરુણતાની હદ તો જો તું!
હું પ્રેમમાં કેટલો પાંગળો થયો છું,

જીવી રહ્યો છું જીવન હું કટકે કટકે,
ઈચ્છામૃત્યુને પણ હવે અસમર્થ થયો છું,

લખું છું ગઝલ હું તારી યાદમાં,
'સત્ય' થઇ ને પણ અસત્ય થયો છું.

                               - શિવમ 'સત્ય'  
        
     

Saturday 22 September 2012

જ્વાળા હૃદયની

જ્વાળા હૃદયની 


 આ હૃદયની જ્વાળાને મારે શાંત કેમ કરવી??
એની અગન એવી ઉંચી કે આત્માને અડે છે.

 અંદરથી હું ભડકે બળું છું,
ભાવનાનો અગ્નિદાહ છું,
કેમ આવી પરીક્ષા કરે છે?,
આત્મા જો! હજુ પણ બળે છે.

કેવી અસમંજસ છે આ,
કેવી કસોટી કરે છે ખુદા,
આંખો ડૂસકે ડૂસકે રડે છે,
આત્મા જો! હજુ પણ બળે છે.

જતી રહી વસંત જોને મારી,
 બગીચો હવે આ પાનખર ભારે છે,
જીવ આ નિર્જિવનો તને કરગરે છે,
આત્મા જો! હજુ પણ બળે છે.

તું કમળમાંથી શુલનો વિકાસ કરે છે,
કેમ તું આવું પરિવર્તન કરે છે,
'સત્ય' પ્રેમને અસત્ય કેમ કરે છે?
આત્મા જો! હજુ પણ બળે છે!
                        
                             - શિવમ 'સત્ય'       
  
  


     

Wednesday 19 September 2012

વસંત જીવનની

વસંત  જીવનની  

છવાઇતી વસંત ક્યારેક આ બગીચામાં પણ,
હવે ઋતુ  પાનખરની આવી છે!.

ઊડી ગયો છે કલરવ દરેક  વૃક્ષ પરનો!
અંશ છે એનો હવે ચુપકીદી છવાઈ છે.

થાય છે ભણકારા મને તારા પ્રેમ ના,!
 એકલો છું માર્ગમાં, ઋતુ વિરહની આવી છે!.

પડે છે પગલા અસ્તવ્યસ્ત હવે માર્ગમાં મારા,
  છોડી દીધો છે હાથ તેં તેથી આ ઘડી આવી છે,

ઊંડો છે જખ્મ જે તેં જ છે,  દીધેલો!
ઉઠે છે હજુ પણ દર્દ ઠેસ એવી વાગી છે.

ડરું છું હવે, અંધારથી પણ રાતમાં,
તારી હુંફ ની આદત કઇક એવી લાગી છે।

હા, ક્યાંક હું પણ હતો માર્ગથી ભટકેલો, 
કરીતી તે પણ એટલી જ ભૂલ એ વાત પણ સાચી છે.

છે 'સત્ય' કે ઝંખું છું તૂજ ને હજુ પણ,
એટલે જ ફરીથી વસંત ની ઝંખના લાગી છે! 
                                            
                                                - શિવમ (સત્ય)   


Saturday 8 September 2012

કુદરત

                                                                     કુદરત 

ઈશ્વર, ખુદા, અગણતી નામ છે એ શક્તિના પણ કોઈએ આ બેનામ શક્તિને જોઈ છે?? હું આ શક્તિને કુદરતનું નામ આપું છું. કેમ કે કુદરતની સુંદરતા, વક્રતા, અને હર એક કલાઓને મેં આ મારી નજરોએ નિહાળી છે. કુદરત સર્વ વ્યાપી છે એક નાના બીજમાંથી છોડ બનવું કુદરત છે, છોડમાંથી વૃક્ષ બનવું કુદરત છે. કળીમાંથી ફૂલ બનવું કુદરત છે . સુંદર ફૂલનું કરમાઈ જવું કુદરત છે, કરમાઈને ફૂલનું ખરી પડવું અ કુદરત જ છે.


     હું ભૂત છું, હું વર્તમાન અને હું જ ભવિષ્ય છું,
તારી વિચાર શક્તિ થી અકળ છું અકલ્પય છું.

હું સુક્ષ્મ છું હું વિશાલ છું અને હું જ અનંત છું,
હું પ્રકાશ છું હું અંધકાર હું જ સર્વ વ્યપ્ત છું.

હું સૂર્ય છું હું ચંદ્ર છું હું જ વિશ્વ-બ્રહ્માંડ છું,
ઉદય છું હું અસ્ત છું હું જ રજ હું જ પર્વત-પહાડ છું.

કાળી નો હું ક્રોધ છું રક્ષશોનો નાશ છું,
 શક્તિનાંએ સ્ત્રોત સમ વનરાજની હું ત્રાડ છું.

આરંભ છું પ્રચંડ છું હું જ ક્રોધ અજંપ છું,
દુષ્ટ નો નાશ કરતો હું જ નરસિંહ-ક્રષ્ણ છું.

ગંગા છું હું નર્મદા હું જ યમુઅન નીર છું,
કૈલાશ પર જઈને બેઠો સમાધિમાં લીન છું.

કંટ છું હું પુષ્પ છું હું જ બળતો અંગાર છું,
દ્વેષ મોહ ને નકારતી દૈવ શક્તિ અપાર છું.

કલ્પ્ય છું અકલ્પ્ય છું કલ્પના અસીમ છું,
બ્રહ્મ છું પરબ્રહ્મ છું હું જ વિષ્ણુ મહેશ છું.

સાર છું આ કાવ્યનો 'સત્ય' છું અસત્ય છું,
હું તારી કલ્પનાથી પર છું અકલ્પ્ય છું.   
                                
                              - શિવમ (સત્ય)
   
     

ખેવના

                                                                        ખેવના 

ખેવના એટલે ઈચ્છા! શું છે આ ઈચ્છા?? મેં કરી છે એક ખેવના ખુદા મારા પ્રેમની તારી પાસે જો તું મને એને લાયક ગણે તો એ મને આપજે. હા, હું સ્વાર્થી અને લાલચુ જરૂર છું!. પણ શું કરું તે રચના જ આવી કરી છે કે એની સુંદરતા ના જેટલા વખાણ કરું એટલા ઓછા છે.

કરું છું ખેવના ખુદા તારી પાસે, 
કે એના એક સ્મિતને મારું જીવન બનવી દે.

રહી જશે અસંતોષ મને અખા જીવનનો, 
એના કરતા આ જીવન ટૂંકાવી દે,

છે અની આંખો મોતી ભરેલો દરિયો,
 મરજીવો કુદે અંદર તો આખું જીવન વિતાવી દે,

છે ખુશ્બુ ગુલાબની એના હરેક બોલમાં,
ખુશ્બુ એવી માદક કે મદહોશ બનવી દે,

કેમ કરે છે એ ખુદા કસોટી આમ મારી,
નથી સહન શક્તિ મને પથ્થર બનવી દે.

નથી ફાવતું મને જીવવાનું કટકે કટકે,
ક્યાંતો અને મારો બનાવી દે ક્યાં તો મને તારો બનાવી દે.

છે પ્રેમ મારો એક પારખેલું  'સત્ય',
જો વિશ્વાસ ન હોય તને એ ખુદા તો અને નકારી ને બતાવી દે.
                                                                    
                                                                    - શિવમ (સત્ય)

પ્રેમ

 પ્રેમ 

માનવ કેટલો બંધાયેલો છે. ના પોતાની ઈચ્છા પર કાબુ છે ના પોતાની માયા પર. અમુક વાર માનવી એવી વસ્તુની ઈચ્છા કરી બેસે છે કે જે એની ક્યારેય હોતી જ નથી. અને પ્રેમ તો એવી માયા છે જ્યાં અમુક જ નસીબવંત વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતાના પ્રેમ ને પામે છે. જયારે ઘણા એવા પણ હોય છે જે આવો પ્રેમ કરી બેસે છે જે એમનો છે જ નહિ. પણ અ પ્રેમ સંપૂર્ણ પણે નિસ્વાર્થ અને ત્યાગથી ભરેલો હોય છે ભલે પ્રેમ મળે કે ના મળે. આ કવિતા એવા જ નિસ્વાર્થ પ્રેમ ની વાત કરે છે.


જે મારું નથી એની જીદ કરી ને બેઠો છું,
આ પ્રેમ નામની કેવી ચીજ કરી બેઠો છું.

અધુરી રહી જશે એ બધી જ બાજી ઓ.
ક્યાલ છે એ વાત નો તોય ખેલી બેઠો છું,

હું રહીશ સદાય તને પૂજતો.
તને પામવા ની આસ કરી બેઠો છું,

માનતું નથી આ જિદ્દી હૃદય જોને મારું!
મારી બનાવવા તુજ ને ખુદા સાથે જંગ ખેલી બેઠો છું,

ક્યાંથી માનું કે મારી તું છે જ નહિ?
સપના માં તો કેટલીય વાર મારી કરી બેઠો છું!

રડી એટલી આંખો કે આંસુ સુકાઈ ગયા,
જામ સમજી દરેક આંસુ ને એમ જ પીને બેઠો છું.

પ્રેમ છે! બળ-જબરી કેમ કરું તારી સાથે??
જાણું છું તુજ દિલ નું 'સત્ય' એટલે જ પથ્થર થઇને બેઠો છું.
                                                            
                                                               - શિવમ (સત્ય)