Sunday 19 August 2012

ફરી એક વાર

આ  કવિતા મેં મારા દાદા સ્વ. શ્રી હરિવદન ચન્દ્રકાંત પટેલ (સ્વર્ગવાસ તા-15/8/2012) ને અમારી શ્રધાંજલી સ્વરૂપે અર્પી  છે. દાદા સ્વયંમ એક ગુઢ તત્વચિંતક હતા. તેમણે સંપૂર્ણ જીવન પ્રભુ ભક્તિ અને સેવામાં સમર્પિત કર્યું. અને  આ બ્લોગની શરૂઆત મેં દાદા ની યાદમાં કરી છે. એમની અણધારી વિદાય અમને સદાય ડંખશે. આ કવિતા હું તેમને સમર્પિત કરું છું.













 જીવન ફરી એક વાર નવો વળાંક લેશે ,
જિંદગીની સાપ-સીડી એક નવો અંક લેશે .

ફરી એક વાર થશે જન્મ મરણની જંજાળ ,
દુઃખ-સુખ હજુ ક્યાં જંપ લેશે ??

વિકસશે જો કાંટા હજુ ફૂલ સાથે ,
ફરી એક વાર આ ધરા કંપ લેશે .

આવશે સમય હજુ પણ કપરો ,
સ્વાર્થ સ્થાન મૂળ સબંધોમાં લેશે.

બળશે બધા દ્વેષ જ્વાળા એ,
અને મિત્રતામાં અવિશ્વાસ જન્મ લેશે ,

કરશે જો પ્રેમ કસોટી આમ માનવી,
યુધ્ધ સરહદ ના નામે વિશ્વ અંત લેશે,

કરવા દુષણ નો નાશ ધરતી પર,
દરેક કળયુગ માં એક ક્રિષ્ણ જન્મ લેશે.

આપવા ધર્મ નું જ્ઞાન સર્વ ભક્ત જનને,
ફરી કષ્ટ સમય માં 'હરિ' જન્મ લેશે .
                                         -શિવમ(સત્ય )

અસ્તિત્વ

સાર:
શું ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે?? 
જો બધે જ વર્ચસ્વ પ્રભુ નું હોય તો, માનવીની ઓળખ શું છે?? કહવાય છે કે ભક્તિ નું ફળ અચૂક મળે છે, તો  શું તું નસીબ બદલી શકે છે?? લોકો કહે છે કે મારો ઈશ્વર કરે છે ઈચ્છા પૂરી, તો રાત-દિવસ ગરીબી ના નામે મૂર્તિ સામે રડતો ગરીબ કેમ છે?? જો તારું અસ્તિત્વ દરેક કણ દરેક મન માં છે તો માનવીમાં રહેલો આ અહંકાર આ દ્વેષ આ ઈર્ષા શું છે??? આપજે  જવાબ મને મારા સવાલોનો જો તારું ખરેખર અસ્તિત્વ હોય તો ભગવાન નહિ તો તારા અસ્તિત્વ ને હું નકારું છું. 
શું ખરેખર વિચારવા જેવું નથી ?? કે જો  સ્વયં ઈશ્વરએ લખેલ ગીતામાં પણ એમ લખ્યું હોય કે ફળ માત્ર અને જ મળે છે જ મેહનત કરે છે તો પછી આ મૂર્તિ ને પૂજવાનો શો ફાયદો.. ..... .... ?????

હે પ્રભુ જો બધે તારું જ વર્ચસ્વ હોય,
તો મારું અસ્તિત્વ શું છે??

જો ભક્તિથી જ ફળ મળતું હોય,
તો આ નસીબ શું છે??

જો કરતો હોય તું માત્ર ભક્તોની જ ઈચ્છા પૂરી,
તો તને રાત-દિવસ પુજતો ગરીબ શું છે,

જો વસતો હોય તું કણ કણ અને મન મન માં,
તો અહંકાર ની આ વાચા શું છે ???

નથી માનતો તારા અસ્તિત્વ ને હું 'સત્ય'એ ખુદા,
જો મહેનત થી જ ફળ મળતું હોય તો તારી જરૂરત શું છે.
                                                           
                                                             - શિવમ (સત્ય)  

ઓળખાણ

મેં આ  Blogની શરૂઆત મારા દાદા સ્વ. શ્રી. હરિવદન ચન્દ્રકાન્ત પટેલને (સ્વર્ગવાસ તા-15/8/2012) શ્રદ્ધાંજલિ આપવા કરી છે. મારી દરેક કવિતાએ મારા હૃદયમાં સ્ફૂર્તિ ઉર્મીઓ અને વેદના-સંવેદનાનું  કાવ્ય સ્વરૂપ છે. આ બ્લોગમાં રજુ થનારી દરેક રચના મારા દાદાને અર્પિત રેહશે. હું કોઈ કવિ કે લેખક નથી હું માત્ર મારી ઊર્મિઓ અને ભાવનાઓને કાવ્ય સ્વરૂપે રજુ કરવા પ્રયત્ન કરી રહ્યો છું. આ બ્લોગની કોઈ પણ રચના પર આપના દરેક અભિપ્રાય આવકાર્ય છે.  બ્લોગમાં રજુ કરેલી કોઈ પણ રચના પર અપનો વિચાર comment સ્વરૂપે રજુ કરશો. અભાર. 
                                                                                                                                                                    -શિવમ(સત્ય)

સમય

સાર:
"આ જગતમાં સમય સૌથી બળવાન છે. જે અવિરત ગતિમાન રહે છે. એ  કોઈ ને નથી અનુસરતો બધા એને  અનુસરે છે. સમયની એક પલટીથી રાજા ને રંક બનતા વાર નથી લાગતી.. ધરતીની એક ધ્રુજારીથી શાનથી ઉભેલો મેહેલ પણ પડી જાય છે. ગર્વથી મલકાતું યુવાન પુષ્પ સાંજ થતા જ ખરી જાય છે, અને શાનથી ચમકતોઆ સૂર્ય સાંજ થતા ઢળી જાય છે. પ્રિયતમની યાદમાં દિવસ પલકારમાં વીતી જાય છે દુ:ખ ની ઘડી આવતા એક પલ પણ વર્ષ સમ બની જાય છે. એટલો બધો સ્વાર્થી થઇ ગયો છે આ માનવી કે ધનની લાલચમાં જન્મ આપનાર ઈશ્વેર( માં-બાપ) ને પણ ભૂલી જાય છે. 'સત્ય' એ જ છે ક સંપૂર્ણ જીવન જે માનવી સંબંધોની માયામાં વિતાવે છે એ જ અંતમાં બધું ત્યાં જ ત્યજી જાય છે."


 ક્યાં કરે છે કોઈની પ્રતીક્ષા સમય આ જગતમાં,
અહી પળમાં રાજા રંક થઇ જાય છે.

ધરતીના એક ધ્રુજારથી,
હસતો રમતો મહેલ પળ વારમાં પડી જાય છે.

યુવા પુષ્પનું યૌવન સાંજ ઢળતા ખરી જાય છે,
જવાન ઉગેલો સુરજ સાંજે ક્યાં ઢાળી જાય છે???

પ્રેમમાં વર્ષો પળ ની જેમ વીતી જાય છે,
દુઃખનો સમય આવતા પળ વર્ષો બની જાય છે.

ધન ની લાલચમાં માં-બાપને ભૂલી જાય છે,
ભાઈ-બહેનને તો છોડો માનવી ઈશ્વેરને પણ ભૂલી જાય છે,

જીવે છે જે જીવન સુખની મોહ માયામાં 'સત્ય' એ છે કે,
એજ પ્રાણ પંખી અંતમા બધું ત્યાંજ ત્યજી જાય છે.
                                                           
                                                        - શિવમ (સત્ય)